બાળકો માટે 100 આરોગ્ય સંદેશાઓ જાણવા અને બીજાને જાણવા માટેના આ 8-14 વર્ષની ઉંમરના બાળકોને ધ્યાનમાં રાખીને સરળ, ભરોસા લાયક આરોગ્ય શિક્ષણ સંદેશાઓ છે. તેમાં 10-14 વર્ષની ઉંમરના યુવાન કિશોરોનો સમાવેશ થાય છે. અમને લાગે છે કે તે ખાસ કરીને આ ઉપયોગી અને મહત્વનું છે તેની ખાતરી કરવા માટે 10-14 વર્ષની ઉંમરના યુવાન કિશોરોને જાણ કરવામાં આવે છે. કારણ કે આ વય જૂથ ઘણીવાર તેમના પરિવારોમાં નાના બાળકોની સંભાળ રાખે છે. આ ઉપરાંત, આ રીતે તેમના પરિવારોને મદદ કરવા માટે તેઓ જે કાર્ય કરી રહ્યા છે તેની ઓળખ અને પ્રશંસા કરવી મહત્વપૂર્ણ છે.

100 સંદેશાઓમાં દરેક 10 સંદેશો છે જે માં 10 મુખ્ય સ્વાસ્થ્ય વિષયો ના છે: મેલેરીયા, ઝાડો, પોષણ, ઉધરસ અને શરદીની બીમારી, આંતરડાના કીડા, પાણી અને સ્વચ્છતા, રોગપ્રતિરક્ષા, એચઆયવી અને એઇડ્સ, અકસ્માતો અને ઇજા અને પ્રારંભિક બાળપણ વિકાસ. આ સરળ આરોગ્ય સંદેશાઓ મા-બાપ અને આરોગ્ય શિક્ષકો માટે છે જેમ કે ઘરોમાં બાળકોને , શાળાઓમાં, ક્લબોમાં અને ક્લિનિકમાં વાપરી શકાય.

અહીં વિષય 2 પર 10 સંદેશાઓ: ઉધરસ, શરદી અને બીમારી

 1. રસોઈમાં આગના ધુમાડા હોય છે જે ફેફસામાં જઈ શકે છે અને બીમારીનું કારણ બની શકે છે. બહાર રસોઈ કરીને ધુમાડો ટાળો અથવા જ્યાં તાજી હવા આવી શકે છે અને ધુમાડો છટકી શકે છે.
 2. તમાકુનું ધુમ્રપાન ફેફસાંને નબળા બનાવે છે. અન્ય લોકો ધૂમ્રપાન કરતાં હોય અને એ ધુમાડો લેવો એ પણ હાનિકારક છે.
 3. દરેક વ્યક્તિને ઉધરસ અને શરદી લાગે છે. મોટા ભાગના ઝડપથી સાજા થઈ જાય છે. જો ઉધરસ અને શરદી 3 અઠવાડિયાથી વધુ ચાલે તો આરોગ્ય ક્લિનિકમાં જાઓ.
 4. બેક્ટેરિયા નામના જંતુઓના એક પ્રકારો છે અને એને વાયરસ પણ કહેવામાં આવે છે. વાઈરસને કારણે મોટા ભાગની ઉધરસ અને શરદી સર્જાય છે અને દવાનો ઉપયોગથી અટકાવી શકાતા નથી.
 5. ફેફસા એક સરીર નો ભાગ છે જે શ્વાસ લે છે. ઉધરસ અને શરદી ફેફસા ને નબળા બનાવે છે. ન્યુમોનિયા એક બેક્ટેરિયા જંતુ છે જે નબળા ફેફસામાં ગંભીર બીમારીનું કારણ બને છે.
 6. ન્યુમોનિયા (ગંભીર બીમારી) ની નિશાની ઝડપી શ્વાસ છે. શ્વાસને સાંભળો. છાતી ઉપર અને નીચે થતી જુઓ. અન્ય ચિહ્નો કે તાવ, માંદગી અને છાતીમાં દુખાવો થાય છે.
 7. શિશુ જે 2 મહિના કરતાં નાનું હોય અને 60 શ્વાસ થી વધુ એક મિનિટ માં લેતું હોય તો તરતજ આરોગ્ય કાર્યકરને સંપર્ક કરો. 1-5 વર્ષના બાળકોમાં ઝડપી શ્વાસ દર મિનિટે 20-30 થી પણ વધુ હોય છે.
 8. સારો આહાર (અને સ્તનપાન કરનારા બાળકો), ધૂમ્રપાનથી મુક્ત ઘર અને રોગપ્રતિકારકતા ન્યુમોનિયા જેવી ગંભીર બીમારીઓને રોકવા માટે મદદ કરે છે.
 9. ઉધરસ અને શરદી ને સારી એવી સારવાર કરો કે જેમાં તમે ગરમ રહો, વારમવાર સ્વછ પીણાં પીવો(જેમ કે સૂપ અને જ્યુસ) આરામ કરો અને નાક સાફ રાખો.
 10. ઉધરસ અને શરદીથી એક બીજાનાથી ફેલાતી બિમારીઓને રોકો. મોઢા પર હાથ રાખો અને પીવા માટેના વાસણો ચોખા રાખો, અને ઉધરસ કાગળ માં ખાવો.

આ નિષ્ણાત આરોગ્ય શિક્ષકો અને તબીબી નિષ્ણાતો દ્વારા આરોગ્ય સંદેશાઓની સમીક્ષા કરવામાં આવી છે, અને તે ORB સ્વાસ્થ્ય વેબસાઇટ પર ઉપલબ્ધ છે. http://www.health-orb.org

અહીં પ્રવૃત્તિઓ માટેના કેટલાક વિચારો છે જે બાળકો આ વિષય વિશે વધુ સમજવા અને અન્ય લોકો સાથે સંદેશા બીજાને કહેવા માટે કરી શકે છે.

ઉધરસ, શરદી અને બીમારી: બાળકો શું કરી શકે છે?

 • આપણા પોતાના શબ્દોમાં અને આપણી પોતાની ભાષામાં ઉધરસ, શરદી અને બીમારીઓ પર આપણાં સંદેશાઓ બનાવો.
 • સંદેશાઓને યાદ કરો જેથી કરીને ક્યારેય ભૂલી ન શકીય.
 • અન્ય બાળકો અને આપણાં પરિવારો સાથે સંદેશાઓ ફેલાવો.
 • તમારા ઘરની યોજના બનાવો. જ્યાં ધુમાડો છે અને જ્યાં નથી? નાના બાળકો ધુમાડાથી દૂર રહેવા માટે ક્યાં સલામત છે?
 • માતાપિતાને પ્રોત્સાહિત કરવા માટે તેમના બાળકોને ઓરીસ અને ચીસ પાડવી જેવા ખતરનાક રોગો સામે રોગપ્રતિરક્ષા માટે પોસ્ટર બનાવો.
 • ન્યુમોનિયા વિશે ગીત બનાવો અને તેને આપણાં પરિવાર અને મિત્રો સાથે શેર કરો.
 • શ્વાસ લેવાની પ્રક્રિયા ઝડપી હોય ત્યારે અને શ્વાસ લેવાની પ્રક્રિયા સામાન્ય છે તેની ગણતરીમાં મદદ કરવા માટે દોરી અને પથ્થર સાથે લોલક બનાવો. અને બતાવવું કે અને આપણાં પરિવારોને કેવી રીતે શીખવવ્યું છે.
 • બાળકો ને સ્તનપાન કરાવા વિશે તમાર પોતાના નાટકો બનાવો.
 • તાવ સાથે ઠંડુ થવા વિશે અને ઠંડામાં ગરમ રહેવા વીસે એક નાટક કરો.
 • ખાવા પહેલાં અને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી આપણાં હાથ ધોવા માટે ઘર અને શાળાને મદદ કરવામાટે ટીપી ટેપ બનાવો.
 • જીવાણુઓના ફેલાય એ માટે સાબુ અને પાણીથી તમારા હાથ કેવી રીતે ધોવા તે જાણો, અને તમારી જાતને ઉધરસ અને શરદી સામે રક્ષણ આપો.
 • ન્યુમોનિયાના જ્ઞાનને જુદા જુદા દૃશ્યોથી નજર કરીને પરીક્ષણ કરી શકો છે કે શરદી હોયી શકે છે.
 • પૂછો કે ન્યુમોનિયા માટે જોખમી સંકેતો શું છે? અને આપણાં પરિવારો સાથે શેર કરો જે આપણે શીખ્યા.
 • પૂછો ક્યાં ધુમ્રપાન પ્રતિબંધિત છે? શું તમારી શાળા ધુમ્રપાન નિષેધ છે?
 • પૂછો કે જે આપણને ઝડપી શ્વાસ કેમ થયા છે? આપણે આપણાં શ્વાસને ઓળખી શકીએ છીયે જેમાં આપણને શીખવા મળે કે જ્યારે કોઈ ન્યુમોનિયાથી પીડિત હોય તો કેટલો જડપી શ્વાસ લે છે.
 • ઉધરસ અને શરદીની સારવાર કરવાના માટે નવી અને જૂની રીત પૂછો.
 • જંતુઓ કેવી રીતે ફેલાય છે તે પૂછો? હાથ મેળવવાની રમત રમીને જાણો.

ટીપી ટેપ, લોલક રમત અથવા હાથ મેળવવાની રમત જાણવા અથવા વધુ માહિતી માટે, કૃપા કરીને સંપર્ક કરો www.childrenforhealth.org અથવા clare@childrenforhealth.org.

ગુજરાતી Home