બાળકો માટે 100 આરોગ્ય સંદેશાઓ જાણવા અને બીજાને જાણવા માટેના આ 8-14 વર્ષની ઉંમરના બાળકોને ધ્યાનમાં રાખીને સરળ, ભરોસા લાયક આરોગ્ય શિક્ષણ સંદેશાઓ છે. તેમાં 10-14 વર્ષની ઉંમરના યુવાન કિશોરોનો સમાવેશ થાય છે. અમને લાગે છે કે તે ખાસ કરીને આ ઉપયોગી અને મહત્વનું છે તેની ખાતરી કરવા માટે 10-14 વર્ષની ઉંમરના યુવાન કિશોરોને જાણ કરવામાં આવે છે. કારણ કે આ વય જૂથ ઘણીવાર તેમના પરિવારોમાં નાના બાળકોની સંભાળ રાખે છે. આ ઉપરાંત, આ રીતે તેમના પરિવારોને મદદ કરવા માટે તેઓ જે કાર્ય કરી રહ્યા છે તેની ઓળખ અને પ્રશંસા કરવી મહત્વપૂર્ણ છે.

100 સંદેશાઓમાં દરેક 10 સંદેશો છે જે માં 10 મુખ્ય સ્વાસ્થ્ય વિષયો ના છે: મેલેરીયા, ઝાડો, પોષણ, ઉધરસ અને શરદીની બીમારી, આંતરડાના કીડા, પાણી અને સ્વચ્છતા, રોગપ્રતિરક્ષા, એચઆયવી અને એઇડ્સ, અકસ્માતો અને ઇજા અને પ્રારંભિક બાળપણ વિકાસ. આ સરળ આરોગ્ય સંદેશાઓ મા-બાપ અને આરોગ્ય શિક્ષકો માટે છે જેમ કે ઘરોમાં બાળકોને , શાળાઓમાં, ક્લબોમાં અને ક્લિનિકમાં વાપરી શકાય.

અહીં વિષય 5 પર 10 સંદેશાઓ: ઝાડો

 1. અતિસારથી પાણીયુક્ત ઝાડો દિવસમાં ત્રણ અથવા વધુ વખત થાય છે.
 2. અતિસાર દૂષિત ખોરાક અથવા પીણાથી મોઢામાં જતા જીવાણુઓ દ્વારા થાય છે, અથવા ગંદી આંગળીઓથી અથવા ગંદી ચમચી અથવા કપનો ઉપયોગ કરીને મોઢાને સ્પર્શ કરો ત્યારે થાય છે.
 3. પાણી અને ક્ષાર(પ્રવાહી) ના નુકશાનથી શરીરમાં નબળાઈ રહે છે. જો પ્રવાહીને બદલવામાં ન આવે તો અતિસાર નિર્જલીકરણથી ઝડપી નાના બાળકોને મારી શકે છે.
 4. વધારે પાણી અથવા સાફ પાણી, નારિયળનું પાણી, ચોખાના પાણી આપીને અતિસારને રોકી શકાય છે. બાળકોને મોટાભાગે માતાના દૂધની જરૂર છે.
 5. અતિસારવાળા બાળકણે સૂકું મોઢું અને જીભ રહે છે, કોરી આંખો, કોઈ આંસુ નહીં, ઢીલી ત્વચા, અને ઠંડા હાથ અને પગ. શિશુઓના માથા પર સફેદ ડાઘા જેવુ હોઈ શકે છે.
 6. એક દિવસ માં શરીરમાં પાંચ કરતાં વધુ પાણીના નું ધોવાણ, શરીરના રક્તવાહિની ધોવાણ થવું અથવા કે ઉલટી થવાનું શરૂ થાય તો તરતજ સ્વાસ્થ્ય કાર્યકર નો સંપર્ક કરવો.
 7. ORS ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન માટે વપરાય છે. ORS ક્લિનિક્સ અને દુકાનોમાંથી મેળવો. ઝાડા માટે શ્રેષ્ઠ પીણું બનાવવા માટે સ્વચ્છ સાફ પાણી સાથે તેને યોગ્ય રીતે ઉપયોગ કરો.
 8. મોટાભાગની ઝાડાની દવાઓ કામ કરતી નથી પરંતુ ઝીંકની ગોળીઓ 6 મહિનાથી વધુ ઉંમરના બાળકો માટે જલદી ઝાડા અટકાવે છે. ORSના પીણાંઓ પણ આપી શકાયા.
 9. નાના બાળકોને જેમને ઝાડા થયા હોય તેમણે સુગંધિત, છૂંદેલાં ખોરાકની જરૂરિયાત ઘણી વખત આપવી પડે છે જે શરીરને મજબૂત બનાવવા કામ કરે છે.
 10. બાળકોને સ્તનપાન કરાવાથી, સારી સ્વાસ્થ્યની વિશેષતાથી, રોગપ્રતિરક્ષાથી(ખાસ કરીને રોટાવાયરસ અને ઓરી સામે) અતિસાર રોકી શકાય છે અને ખાતરી કરો કે ખોરાક સલામત છે.

આ નિષ્ણાત આરોગ્ય શિક્ષકો અને તબીબી નિષ્ણાતો દ્વારા આરોગ્ય સંદેશાઓની સમીક્ષા કરવામાં આવી છે, અને તે ORB સ્વાસ્થ્ય વેબસાઇટ પર ઉપલબ્ધ છે. http://www.health-orb.org

અહીં પ્રવૃત્તિઓ માટેના કેટલાક વિચારો છે જે બાળકો આ વિષય વિશે વધુ સમજવા અને અન્ય લોકો સાથે સંદેશા બીજાને કહેવા માટે કરી શકે છે.

અતિસાર: બાળકો શું કરી શકે છે?

 • આપણા પોતાના શબ્દોમાં અને આપણી પોતાની ભાષામાં અતિસાર પર આપણાં સંદેશાઓ બનાવો.
 • સંદેશાઓને યાદ કરો જેથી કરીને ક્યારેય ભૂલી ન શકીય.
 • અન્ય બાળકો અને આપણાં પરિવારો સાથે સંદેશાઓ ફેલાવો.
 • એક માખી જાળી બનાવો જેમાં માખી કે જંતુ આપણાં ખોરાકથી દૂર રહે.
 • અન્ય લોકોને અતિસારના ખતરાના ચિહ્નો દર્શાવતું પોસ્ટર બનાવો.
 • ક્યારે આપણને સ્વાસ્થ્ય કાર્યકરને મદદ માગવા માટે બોલવાની જરૂર હોય છે તેવા ટૂંકા નાટક બનાવો.
 • અતિસાર કેવી રીતે રોકવું તે શીખવા માટે સાપ અને સીડીની રમત બનાવવી.
 • ઘર અને શાળા માટે ફર્સ્ટ એઇડ કિટ્સ બનાવો જેમાં ORS હોય.
 • ઝાડા માટે ના નિદાનમાં બાળકોને કેવી રીતે મદદ કરવી તે વિશે વાત કરતા બે માતાઓ સાથે નાટક ભજવો.
 • નિર્જલીકરણના સંકેતો વિશે આપણે શું જાણીએ છીએ તે ચકાસવા માટે અતિસાર સાથે બાળકના ચિત્રને ઓળખવા માટે એક રમત રમો.
 • જુઓ કે કેવી રીતે છોડને વધવા માટે પાણીની જરૂર છે. જ્યારે છોડમાં પાણી ન હોય ત્યારે શું થાય છે એ સમજો?
 • સ્થળ જ્યાં આપણે રહીએ છીએ અને જીવીએ છીએ તે સ્વચ્છ રાખીને અતિસારને રોકી શકાય.
 • જંતુઓ ફેલાઈ શકે છે તે શોધવા માટે હાથ મેળવણી રમતો રમો.
 • પૂછો, આપણાં માતા પિતાએ સ્તનપાન કેટલા સમય સુધી કર્યું હતું? ORS અને ઝીંક સાથે ઘરે આપણે અતિસારનો કેવી રીતે ઉપચાર કરી સકયા? ભયંકર સંકેતો શું છે અને જેનો ઉપચાર માટે આપણને આરોગ્ય કાર્યકરો પાસેથી મદદની જરૂર લેવી પડે? જ્યારે ઝાડા થાય ત્યારે કયા પીણાં સલામત છે? સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે પીવા માટે સુરક્ષિત પાણી બનાવી શકીએ? જ્યારે કોઈપણ ORS ન હોય ત્યારે કયા પીણાં સલામત છે? મરડો અને કોલેરા શું છે અને તેઓ કેવી રીતે ફેલાય છે?

માખી જાળી, હાથ મેળવવાની રમત, અથવા સૂર્યપ્રકાશ જંતુરહિત પાણી અથવા અન્ય કંઈપણ વધુ ચોક્કસ માહિતી માટે, કૃપયા સંપર્ક કરો: www.childrenforhealth.org અથવા clare@childrenforhealth.org.

ગુજરાતી Home