બાળકો માટે 100 આરોગ્ય સંદેશાઓ જાણવા અને બીજાને જાણવા માટેના આ 8-14 વર્ષની ઉંમરના બાળકોને ધ્યાનમાં રાખીને સરળ, ભરોસા લાયક આરોગ્ય શિક્ષણ સંદેશાઓ છે. તેમાં 10-14 વર્ષની ઉંમરના યુવાન કિશોરોનો સમાવેશ થાય છે. અમને લાગે છે કે તે ખાસ કરીને આ ઉપયોગી અને મહત્વનું છે તેની ખાતરી કરવા માટે 10-14 વર્ષની ઉંમરના યુવાન કિશોરોને જાણ કરવામાં આવે છે. કારણ કે આ વય જૂથ ઘણીવાર તેમના પરિવારોમાં નાના બાળકોની સંભાળ રાખે છે. આ ઉપરાંત, આ રીતે તેમના પરિવારોને મદદ કરવા માટે તેઓ જે કાર્ય કરી રહ્યા છે તેની ઓળખ અને પ્રશંસા કરવી મહત્વપૂર્ણ છે.

100 સંદેશાઓમાં દરેક 10 સંદેશો છે જે માં 10 મુખ્ય સ્વાસ્થ્ય વિષયો ના છે: મેલેરીયા, ઝાડો, પોષણ, ઉધરસ અને શરદીની બીમારી, આંતરડાના કીડા, પાણી અને સ્વચ્છતા, રોગપ્રતિરક્ષા, એચઆયવી અને એઇડ્સ, અકસ્માતો અને ઇજા અને પ્રારંભિક બાળપણ વિકાસ. આ સરળ આરોગ્ય સંદેશાઓ મા-બાપ અને આરોગ્ય શિક્ષકો માટે છે જેમ કે ઘરોમાં બાળકોને , શાળાઓમાં, ક્લબોમાં અને ક્લિનિકમાં વાપરી શકાય.

અહીં વિષય 6 પર 10 સંદેશાઓ: પાણી અને સ્વચ્છતા

 1. હાથ ધોવા માટે યોગ્ય રીતે પાણી અને થોડો સાબુનો ઉપયોગ કરો. 10 સેકન્ડ માટે ઘસવું, સ્વચ્છ કાપડ/કાગળ સાથે વીછળવું અને હવામાં સુકાવવા અથવા સ્વચ્છ કપડાં સાથે સુકવવા, ગંદા કપડા પર નહીં.
 2. તમારા ચહેરા પર(આંખો, નાક અને મોં) ટી-ઝોનને સ્પર્શ કરતા પહેલા તમારા હાથને યોગ્ય રીતે ધોઈ રાખો, કારણ કે આ જંતુઓ શરીરમાં દાખલ થાય છે. જેટલું બને તેટલું તમે ત્યારે ટી-ઝોનને સ્પર્શ કરવાનું ટાળો.
 3. તમારા હાથ ધોવો, ખાવાનું બનાવતા પહેલા, ખાવાના પહેલા, નાના બાળકો ને ખોરાક આપતા પહેલા, પેસાબ કર્યા પછી, શૌચ કર્યા પછી, અથવા બાળક ને સાફ કરતી વખતે, અથવા કોઈ બીમાર વ્યક્તિ ને મદદ કરતી વખતે.
 4. તમારા શરીરને અને કપડાંને સાફ અને સ્વચ્છ રાખો. તમારા નખ અને અંગૂઠા, દાંત અને કાન, ચહેરો અને વાળ સ્વચ્છ રાખો. બુટ/ફ્લિપ-ફ્લોપ વોર્મ્સ સામે રક્ષણ આપે છે.
 5. મનુષ્ય અને પ્રાણીઓનું શૌચ અને પેસાબની માખીઓથી દૂર રાખો, જે જંતુઓ ફેલાવે છે. શૌચાલય ઉપયોગ કરો અને પછીથી તમારા હાથ ધોવો.
 6. તમારા ચહેરાને સાફ અને સ્વચ્છ રાખો. થોડું સ્વચ્છ પાણી અને સાબુથી સવારે અને સાંજે સારી રીતે સાફ કરો, અને જોવું ભીની આંખોની નજીક માખી ના ગુંજયા કરે.
 7. ગંદા હાથ અથવા ગંદા કપથી સ્વચ્છ સુરક્ષિત પાણીને સ્પર્શ કરશો નહીં. તેને સલામત અને જંતુઓથી મુક્ત રાખો.
 8. સૂર્યપ્રકાશ પાણીને સુરક્ષિત બનાવે છે. તેને પ્લાસ્ટિક બોટલમાં ફિલ્ટર કરો અને તેને 6 કલાક સુધી છોડીદો જ્યાં સુધી તે પીવા માટે સલામત નથી.
 9. સક્ય હોય તો વાસણો અને થાળી પર જંતુઓને નાશ કરવા માટે સૂર્યનો ઉપયોગ કરી શકો છો.
 10. ઘર અને નજીક ના વિસ્તારમાં કચરાથી અને ગંદકીથી મુક્ત કરો અને માખીઓને મારી નાખવી અથવા ગાટાડવી. કચરા ને એવી રીતે સંગ્રહો જ્યાં સુધી સુરક્ષિત રીતે કચરો લઈના જવાય અથવા સળગાવીદો અથવા દાટીદો.

આ નિષ્ણાત આરોગ્ય શિક્ષકો અને તબીબી નિષ્ણાતો દ્વારા આરોગ્ય સંદેશાઓની સમીક્ષા કરવામાં આવી છે, અને તે ORB સ્વાસ્થ્ય વેબસાઇટ પર ઉપલબ્ધ છે. http://www.health-orb.org

અહીં પ્રવૃત્તિઓ માટેના કેટલાક વિચારો છે જે બાળકો આ વિષય વિશે વધુ સમજવા અને અન્ય લોકો સાથે સંદેશા બીજાને કહેવા માટે કરી શકે છે.

પાણી અને સ્વચ્છતા: બાળકો શું કરી શકે?

 • આપણા પોતાના શબ્દોમાં અને આપણી પોતાની ભાષામાં પાણી અને સ્વચ્છતા પર આપણાં સંદેશાઓ બનાવો.
 • સંદેશાઓને યાદ કરો જેથી કરીને ક્યારેય ભૂલી ન શકીય.
 • અન્ય બાળકો અને આપણાં પરિવારો સાથે સંદેશાઓ ફેલાવો.
 • આપણાં હાથ કેવી રીતે ધોવા જે આપણેને કામ આવે તે માટે એક સૂત્ર બનાવો.
 • જ્યારે સ્વછ કૌટુંબ જંતુનાશક કુટુંબ ના ગામ માં જાય છે ત્યારે શું થાય છે તે દર્શાવવા માટે એક નાટક કરો અને ત્યારે જીવાણુઓ ક્યાં છુપાવા માગે છે.
 • આપણાં નાના ભાઈ અને બહેનને મદદ કરો અને ખાતરી કરો કે તે કેવી રીતે તેમના હાથને યોગ્ય રીતે ધોવે છે.
 • લોકોના એક જૂથનું નિરીક્ષણ કરવા માટે એક કલાક પસાર કરો અને જુઓ કે કેટલી વાર તેઓ તેમના ચહેરા, તેમના કપડાં ને અથવા અન્ય લોકોને સ્પર્શે છે.
 • બધા દ્વાર વિશે વિચારો કે જીવાણુઓ હાથથી શરીરમાં કેવી રીતે ફેલાય છે.
 • શાળામાં શૌચાલય સ્વચ્છ છે તે સુનિશ્ચિત કરવા માટે યોજના સાથે મળીને કામ કરો.
 • ફિલ્ટરનો ઉપયોગ કરીને પાણીને કેવી રીતે સ્વચ્છ કરવું તે જાણો.
 • શાળાના મેદાનને સ્વચ્છ રાખવા અને કચરો સાફ કરવાની યોજના બનાવો.
 • શાળામાં સ્વચ્છતા મંડળ શરૂ કરો.
 • માખી, ગંદકી અને જંતુઓ વિશે આપણે શું જાણીએ છીએ તે આપણાં પરિવારો સાથે શેર કરો.
 • તમારા પાણીના પાત્રને સ્વચ્છ અને ઢાંકેલું રાખો અને હંમેશાં કોઈ ડોકલાનો ઉપયોગ કરો, ક્યારેય તમારા હાથ અથવા કપ ના વાપરો. આપણાં નાના ભાઇઓ અને બહેનોને પાણીના માટલાં માં થી પાણી કેવી રીતે લેવું તે દર્શાવો.
 • ટિપ્પી ટેપ બનાવવા માટે એક સાથે કામ કરો.
 • આપણાં શરીરને ધોવા માટે સાબુને પકડવા માટે વૉશ મિટ કેવી રીતે બનાવવું.
 • પ્લાસ્ટિકની બાટલી અને કેટલાક ખાંડનું પાણી અથવા શૌચ થી ફ્લાય ટ્રેપ બનાવો.
 • સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને ઘરે શુધ્ધ પીવાનું પાણી બનાવા માટે મદદ કરો.
 • ગંદા પાણીને સાફ કરવા માટે રેતી ગાળક બનાવો.
 • આપણાં વિસ્તાર માં પાણી ક્યાંથી આવે છે તેનો નકશો બનાવો અને તે પીવા માટે સલામત છે કે નહીં.
 • રસોઈના વાસણ માટે અને આપણી થાળીઓ માટે સૂકવવાણી રેક બનાવો જેથી તેઓ સૂર્યમાં સૂકવી શકય.
 • પૂછો આપણે કેવી રીતે આપણા હાથને શુદ્ધ અને જીવાણુઓથી મુક્ત રાખીએ છીયે? ઘરે હાથ ધોવા માટે શું સાબુ છે? સ્થાનિક દુકાનમાં સાબુની કિંમત કેટલી છે? આપણા શરીરને સ્વચ્છ કેવી રીતે રાખવું? આપણાં દાંતને બ્રશ કેવી રીતે ગસવો? જંતુઓ ક્યાંથી આવે છે, તે ક્યાં રહે છે અને તેઓ કેવી રીતે ફેલાય છે? માખી કેવી રીતે જીવે છે તે શું ખાય છે અને તેનો ઉછેર કવી રીતે થાય છે? માખીઓ તેમના પગથી ગંદુ કેવી રીતે લઈ જાય છે? આપણાં જળ સ્ત્રોતો શું છે? આપણે કેવી રીતે ગંદા પાણીને પીવા લાયક બનાવી શકીએ? પ્લાસ્ટિક બોટલ ક્યાંથી મળી શકે? પાણીનું ફિલ્ટર કરવા માટે ક્યાં કાપડનો ઉપયોગ કરી શકાય? જ્યારે ભોજન તૈયાર થાય છે ત્યારે કુટુંબના સભ્યો શું સ્વચ્છતા રાખે છે? ઘરમાં અથવા સમુદાયમાં મોટાભાગના જંતુઓ ક્યાં હોય છે?

ફ્લાય ટ્રેપ પર વધુ ચોક્કસ માહિતી માટે, પાણીને સ્થિર કરવા સૂર્યપ્રકાશ ઉપયોગ કરીને, રેતી ફિલ્ટર કેવી રીતે બનાવવું, વોશ મિટ અથવા ટીપપી ટેપ અથવા અન્ય કંઈપણમાટે, સંપર્ક કરો www.childrenforhealth.org અથવા clare@childrenforhealth.org.

ગુજરાતી Home