બાળકો માટે 100 આરોગ્ય સંદેશાઓ જાણવા અને બીજાને જાણવા માટેના આ 8-14 વર્ષની ઉંમરના બાળકોને ધ્યાનમાં રાખીને સરળ, ભરોસા લાયક આરોગ્ય શિક્ષણ સંદેશાઓ છે. તેમાં 10-14 વર્ષની ઉંમરના યુવાન કિશોરોનો સમાવેશ થાય છે. અમને લાગે છે કે તે ખાસ કરીને આ ઉપયોગી અને મહત્વનું છે તેની ખાતરી કરવા માટે 10-14 વર્ષની ઉંમરના યુવાન કિશોરોને જાણ કરવામાં આવે છે. કારણ કે આ વય જૂથ ઘણીવાર તેમના પરિવારોમાં નાના બાળકોની સંભાળ રાખે છે. આ ઉપરાંત, આ રીતે તેમના પરિવારોને મદદ કરવા માટે તેઓ જે કાર્ય કરી રહ્યા છે તેની ઓળખ અને પ્રશંસા કરવી મહત્વપૂર્ણ છે.

100 સંદેશાઓમાં દરેક 10 સંદેશો છે જે માં 10 મુખ્ય સ્વાસ્થ્ય વિષયો ના છે: મેલેરીયા, ઝાડો, પોષણ, ઉધરસ અને શરદીની બીમારી, આંતરડાના કીડા, પાણી અને સ્વચ્છતા, રોગપ્રતિરક્ષા, એચઆયવી અને એઇડ્સ, અકસ્માતો અને ઇજા અને પ્રારંભિક બાળપણ વિકાસ. આ સરળ આરોગ્ય સંદેશાઓ મા-બાપ અને આરોગ્ય શિક્ષકો માટે છે જેમ કે ઘરોમાં બાળકોને , શાળાઓમાં, ક્લબોમાં અને ક્લિનિકમાં વાપરી શકાય.

અહીં વિષય 7 પર 10 સંદેશાઓ: પોષણ

 1. ખોરાક જે આપણને ઉછેરમાં કામ આવે અને વધવામાં મદદ કરે છે, અને જે ખાદ્ય ધમધમતું બનાવા માં મદદ કરે છે તે સારો ખોરાક છે અને તે શરીરને મજબૂત પણ બનાવે છે.
 2. જો આપણે બહુ ઓછું ખાઈએ અથવા ખૂબ જ જંક ફૂડ ખાઈએ તો કુપોષણ થાય છે. ભોજનમાં સારો યોગ્ય ખોરાક શું છે અને તળવા જેવો શું છું તેના માટે બેસીને ચર્ચા કરવી.
 3. બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને દરેક મહિને ક્લિનિકમાં વજન તપાસવું 5s ની અંદર. અને તપાસો કે બાળકનો સારી રીતે ઉછેર થાય છે.
 4. જો બાળક ચહેરાથી અથવા પગમાંથી ખૂબ પાતળું અથવા દૂબળું થઈ જાય અથવા તો અચલ બની જાય તો, આરોગ્ય કાર્યકરને બતાવવાની જરૂર છે.
 5. જ્યારે બાળકો બિમાર હોય ત્યારે તેઓ ભૂખ ગુમાવી શકે છે. તેમને સારા પીણાં અને સૂપ પીવા આપો, જ્યારે વધુ સારી તબિયત થાય ત્યારે સામાન્ય કરતાં વધુ ખોરાક આપો.
 6. સ્તન દૂધ એકમાત્ર ખાદ્ય છે અને બાળકને જન્મથી છ મહિના સુધી રાખવાની જરૂર છે. તે આગડ વધવા માટે મજબૂત બનવા માટે અને શરીર માં ચમક માટે છે.
 7. છ મહિના પછી બાળકોને સ્તનપાનની જરૂર પડે છે વત્તા છુંદેલો ખોરાક અથવા ઘરૌવ ખોરાકની જરૂર પડે છે જે 3 થી 4 વખત અને દરેક ભોજન વચ્ચે નાસ્તાની પણ.
 8. દરરોજ વિવિધ રંગોના કુદરતી ખોરાકને ખાવું એ તંદુરસ્ત સંતુલિત ખોરાક લેવાની શ્રેષ્ઠ રીત છે.
 9. લાલ, પીળો અને લીલા ફળો અને શાકભાજી સૂક્ષ્મ પોષકતત્ત્વોથી ભરેલા છે. એ દેખાવ માં ખૂબ નાના છે, પરંતુ તેઓ આપણા શરીરને મજબુત બનાવે છે.
 10. રસોઈ કર્યા પહેલા અને ખોરાક ખાધા પહેલા જો તે ધોવામાં આવે તો માંદગી અને ઉદાસીનતા અટકાવે છે. રાંધેલા ખોરાકને જડપી ઉપયોગમાં લઈ લો અથવા તેને યોગ્ય રીતે સંગ્રહ કરો.

આ નિષ્ણાત આરોગ્ય શિક્ષકો અને તબીબી નિષ્ણાતો દ્વારા આરોગ્ય સંદેશાઓની સમીક્ષા કરવામાં આવી છે, અને તે ORB સ્વાસ્થ્ય વેબસાઇટ પર ઉપલબ્ધ છે. http://www.health-orb.org

અહીં પ્રવૃત્તિઓ માટેના કેટલાક વિચારો છે જે બાળકો આ વિષય વિશે વધુ સમજવા અને અન્ય લોકો સાથે સંદેશા બીજાને કહેવા માટે કરી શકે છે.

પોષણ: બાળકો શું કરી શકે છે?

 • આપણા પોતાના શબ્દોમાં અને આપણી પોતાની ભાષામાં પોષણ પર આપણાં સંદેશાઓ બનાવો.
 • સંદેશાઓને યાદ કરો જેથી કરીને ક્યારેય ભૂલી ન શકીય.
 • અન્ય બાળકો અને આપણાં પરિવારો સાથે સંદેશાઓ ફેલાવો.
 • જુવો અને સમજો વિકાસ આલેખ ને, અન્ય બાળકો સાથે અને પુખ્ત વયના લોકોની મદદ લો અને બધી લીટીઓનો અર્થ શું થાય તે જાણો. તે આરોગ્ય માર્ગ કહેવામાં આવે છે અને તે તમારા આરોગ્ય દવાખાનામાં મળી શકે છે.
 • આરોગ્ય દવાખાનામાં જાઓ છો ત્યારે બાળકોનું વજન જુઓ અને તેમના વજનની વૃદ્ધિ આલેખમાં ગોઠવેલી હોય છે.
 • જ્યારે શિશુ અને નાના બાળકોને આરોગ્ય દવાખાનાં લઈ જવા માં આવે અને વજન માપવામાં આવે તે જુઓ.
 • જો કોઈ પણ બાળક કુપોષણ થી પીડિત તમે જાણતા હોય તો ચર્ચા કરો એને મદદ કેવી રીતે કરી શકેએ.
 • નોધ કરો કે આપનું કુટુંબ દર અઠવાડિયે શું ખાય છે? અને દર અઠવાડિયે કેટલા કુદરતી રંગો ખાય છે? શું અમારા કુટુંબમાં દરેકને પૂરતા પ્રમાણમાં ખોરાક મળે છે? કે તે બાળક વધે છે, ઉછરે છે અને અને મોટો થાય છે? તે કેવી રીતે જાણી શકાયા? તેમાં કોઈ ખાસ કરીને મોટું અથવા વૃદ્ધ ઉવાન છે કે જેની નોંધ લેવી તે કેટલું ઓછું ખાય છે?
 • લોકો ખોરાક થી બીમાર કેમ થાય છે કારણે વિશે પૂછો અને સાંભળો.
 • માતાપિતા, આરોગ્ય કાર્યકરો અથવા અન્ય લોકો પાસેથી શોધી કાઢો કે જો બાળક કુપોષણનો શિકાર છે તો તે કેવી રીતે જાણશે?
 • એક ચિત્ર આલેખ દર્શાવો જે બાળકોને અને નાના બાળકો માટે ખોટા ખોરાક દર્શાવે છે અને શા માટે તે ખરાબ છે તે દરેક ખોરાકની આગળ લખો.
 • જોવો કે શું માતાઓ પોતાના બાળકોને છ મહિના પછી પ્રથમ ખોરાક તરીકે શું ખાવા આપે છે? તેઓ કેટલીવાર તેમના બાળકોને ખવડાવે છે? તેનો જવાબ નોધ કરી શકો છો અને પછી આપણાં મિત્રો સાથે એક આલેખ બનાવો જેમાં પરિણામ દર્શાવે છે.
 • સમુદાયમાં મોટાભાગના લોકો માટે અને કેવી રીતે આ ખોરાક તૈયાર કરવામાં આવે છે (બજારમાં અને/અથવા ઘરે) વિટામિન સમૃદ્ધ ખોરાક ઉપલબ્ધ છે તે શોધો.
 • કેવી રીતે ખોરાક તૈયાર કરવામાં આવે છે તે દર્શાવો, થાળી અને વાસણો કેવી રીતે ધોવાઇ જાય છે અને સૂકવવામાં આવે છે અને જ્યારે ખોરાક તૈયાર કરનાર વ્યક્તિ તેમના હાથ ધોવે છે, અને તેઓ યોગ્ય રીતે સાફ કરે છે.
 • એક સપ્તાહમાં દરેક દિવસ આપણે શું ખાઇએ છીયે તે ખોરાક વિશે લખો. અને ચિત્રોમાં રંગ ઉમેરી શકાય અથવા બધા ખોરાક માટે રંગ નોધી શકીએ છીએ.
 • પહેલા મહિનામાં અને છ મહિના પછી માતાઓ પોતાના બાળકોને ખોરાક ખાવા માટે શું આપે છે તે શોધી કાઢો. અને જવાબો નોધ કરો અને પાછળથી તેમના મિત્રો સાથે એક ચાર્ટ બનાવો જે પરિણામ દર્શાવે છે.
 • નાના બાળકો અને મોટા બાળકો માટે કયા ખોરાક સારા કે ખરાબ છે તે શીખો. આપણે આ ખોરાકના ચિત્રોને દોરી શકીએ છીએ અને એક ચિત્ર આલેખ પણ બનાવી શકીએ છીએ જેમાં તે પરિણામો દર્શાવે છે.
 • પુછો કે પ્રગતિ નો આંકડો કેવી રીતે કામ કરે છે, તે ચકાસવા માટે કે બાળક કેટલી સારી રીતે આગળ વધી રહ્યું છે? ખાદ્ય અથવા બોટલ ખોરાક અથવા ખોરાકને તાજા રાખવા માટેના અન્ય રસ્તાઓનો ઉપયોગ કરવા માટે કયા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? કુદરતી રીતે રંગીન ખોરાક ખાવું શા માટે મહત્વપૂર્ણ છે? જ્યારે બીમાર હોય અને બીમારી પછી લોકોને ખાવા માટે ક્યો ખોરાક સારો છે.
 • સ્વાસ્થ્ય કાર્યકરો પાસેથી સ્તનપાન કરાવવી અને તે શ્રેષ્ઠ પસંદગી શા માટે છે તે વિશે જાણો.
 • પૂછો કે બીમાર બાળકને સારો ખોરાક અને પીણા મળી શકે તે માટે અમે શું કરી શકીએ?
 • આપણા સમુદાયમાં અથવા આપણાં મિત્રો ને પૂછો કે કોણ બાળકોને સ્તનપા કરાવે છે અને શા માટે? બાળક મોટો થતો જાય ત્યારે સ્તનનું દૂધ કેવી રીતે બદલાય છે તે પૂછો. બાળકના સ્વાસ્થ્ય માટે બોટલ દૂધ કેટલું ખતરનાક બની શકે છે?
 • બાળકો તેમના જૂના ભાઈબહેનને અને અન્યને પૂછી શકે છે કે કેવી રીતે ખોરાક ખરાબ થાય છે અને ખાવા માટે સુરક્ષિત નથી.

વધુ માહિતી માટે સંપર્ક કરો www.childrenforhealth.org અથવા clare@childrenforhealth.org

ગુજરાતી Home