બાળકો માટે 100 આરોગ્ય સંદેશાઓ જાણવા અને બીજાને જાણવા માટેના આ 8-14 વર્ષની ઉંમરના બાળકોને ધ્યાનમાં રાખીને સરળ, ભરોસા લાયક આરોગ્ય શિક્ષણ સંદેશાઓ છે. તેમાં 10-14 વર્ષની ઉંમરના યુવાન કિશોરોનો સમાવેશ થાય છે. અમને લાગે છે કે તે ખાસ કરીને આ ઉપયોગી અને મહત્વનું છે તેની ખાતરી કરવા માટે 10-14 વર્ષની ઉંમરના યુવાન કિશોરોને જાણ કરવામાં આવે છે. કારણ કે આ વય જૂથ ઘણીવાર તેમના પરિવારોમાં નાના બાળકોની સંભાળ રાખે છે. આ ઉપરાંત, આ રીતે તેમના પરિવારોને મદદ કરવા માટે તેઓ જે કાર્ય કરી રહ્યા છે તેની ઓળખ અને પ્રશંસા કરવી મહત્વપૂર્ણ છે.

100 સંદેશાઓમાં દરેક 10 સંદેશો છે જે માં 10 મુખ્ય સ્વાસ્થ્ય વિષયો ના છે: મેલેરીયા, ઝાડો, પોષણ, ઉધરસ અને શરદીની બીમારી, આંતરડાના કીડા, પાણી અને સ્વચ્છતા, રોગપ્રતિરક્ષા, એચઆયવી અને એઇડ્સ, અકસ્માતો અને ઇજા અને પ્રારંભિક બાળપણ વિકાસ. આ સરળ આરોગ્ય સંદેશાઓ મા-બાપ અને આરોગ્ય શિક્ષકો માટે છે જેમ કે ઘરોમાં બાળકોને , શાળાઓમાં, ક્લબોમાં અને ક્લિનિકમાં વાપરી શકાય.

અહીં વિષય 8 પર 10 સંદેશાઓ: આંતરડાના કૃમિ

 1. કરોડો બાળકોના શરીરમાં કૃમિ રહે છે, શરીરના એક ભાગમાં જ્યાં આંતરડા કહેવાય છે અને આ તે જગ્યા છે જ્યાં આપણે ખાઈએ છીએ તે આપણા શરીર દ્વારા ઉપયોગમાં લેવાય છે.
 2. વિવિધ પ્રકારના વોર્મ્સ આપણા શરીરમાં જીવી શકે છે: રાઉન્ડવોર્મ, વ્હિપવોર્મ, હૂકવોર્મ અને બિલરઝિયા (શિસ્તોસ્મિઅસિસ). કેટલાક અન્ય પણ છે.
 3. વોર્મ્સ તમને બીમાર અથવા નબળા બનાવે છે. તેઓ પેટમાં દુખાવો, ઉધરસ, તાવ અને માંદગીનું કારણ બની શકે છે.
 4. વોર્મ્સ તમારા શરીરમાં રહે છે જેથી તમને ખબર ન પડે કે તેઓ ત્યાં છે પણ ક્યારેક તમે તમારા પૂમાં વોર્મ્સ જોઇ શકો છો.
 5. વોર્મ્સ અને તેમના ઇંડા અલગ અલગ રીતે આપણા શરીરમાં આવે છે. કેટલાક ખોરાકમાં દેખવા મળે છે અથવા અસુરક્ષિત પાણી પણ જોવા મળે છે. અને ખુલ્લા પગ થી પણ પ્રવશે છે.
 6. ડી-વોર્મીંગ ગોળીઓ દ્વારા વોર્મ્સનો નાશ કરી શકાય છે તે સરળ અને સસ્તું છે. તે આરોગ્ય કર્મચારીઓ દ્વારા દરેક 6 અથવા 12 મહિના અથવા અમુક વોર્મ્સ માટે વધુ પણ આપવામાં આવે છે.
 7. વોર્મ્સના ઇંડા પેસબ અને શૌચાલયમાં રહે છે. શૌચાલયમાં ઉપયોગ કરો અથવા સુરક્ષિત રીતે પેસબ અને શૌચાલયમાં દૂર કરો. તમારા હાથ સાબુથી ધોવો પેસાબ કર્યા પછી અથવા શૌચ કર્યા પછી અને અને જો તમે કોઈ યુવાનને મદદ કરો તો પછી કૃમિ ઇંડા તમારા હાથમાં નહીં આવે.
 8. તમે વોર્મ્સ ને રોકવા હોય તો તમે પેસબ અને શૌચાલયમાં કર્યા પછી સાબુ થી હાથ ધોવા અને ખાવાનું બનાવ્યા પહેલા, જમ્યા પહેલા અથવા પાણી પીધા પહેલા હાથ ધોવા, ફળ અને શાકભાજી ઉપીયોગ કર્યા પહેલા ધોઈ લેવા, અને બૂટ રોજ પહેરવા.
 9. કેટલાંક કૃમિ જમીનમાં રહે છે, તેથી જમીન તેને સ્પર્શ કર્યા પછી સાબુથી હંમેશાં તમારા હાથ ધોઈ નાખો.
 10. જ્યારે તમે શાકભાજી અથવા ફળ ને પાણી આપો તો જોવો કે તે પાણીનો ઉપયોગ પેસબ અને શૌચાલયમાં થી નથી આવતું ને.

આ નિષ્ણાત આરોગ્ય શિક્ષકો અને તબીબી નિષ્ણાતો દ્વારા આરોગ્ય સંદેશાઓની સમીક્ષા કરવામાં આવી છે, અને તે ORB સ્વાસ્થ્ય વેબસાઇટ પર ઉપલબ્ધ છે. http://www.health-orb.org

અહીં પ્રવૃત્તિઓ માટેના કેટલાક વિચારો છે જે બાળકો આ વિષય વિશે વધુ સમજવા અને અન્ય લોકો સાથે સંદેશા બીજાને કહેવા માટે કરી શકે છે.

આંતરડાના કૃમિ: બાળકો શું કરી શકે છે?

 • આપણા પોતાના શબ્દોમાં અને આપણી પોતાની ભાષામાં આંતરડાના કૃમિ પર આપણાં સંદેશાઓ બનાવો.
 • સંદેશાઓને યાદ કરો જેથી કરીને ક્યારેય ભૂલી ન શકીય.
 • અન્ય બાળકો અને આપણાં પરિવારો સાથે સંદેશાઓ ફેલાવો.
 • પ્રશ્નોતરી કરવા અને વોર્મ્સ વિશે તમને કેટલી ખબર છે તે જાણવા માટે ‘તમારા પગ સાથે મત’ નો ઉપયોગ કરો.
 • વોર્મ્સ વિશેની માહિતી સાંભળો જેથી આપણે સમજી શકીએ કે આંતરડાના કૃમિ ને આપણે હાથ ધોવાથી અને દરોજ ભૂલ્યા વગર બૂટ પહેરવાથી એને રોકી શકીએ.
 • જુઓ કે આપણી શાળામાં ભોજન કેવી રીતે તૈયાર થાય છે અને કેવી રીતે આપણું રસોયો ખોરાકને સુરક્ષિત અને વોર્મ્સથી મુક્ત રાખે છે.
 • હંમેશાં શૌચાલયનો ઉપયોગ કરો, જેથી વોર્મ્સના ઇંડાને રોકવા શકાય બને જે શૌચ દ્વારા જમીન અને પાણીમાં જાય છે.
 • આપણાં હાથને ધોવા માટે યોગ્ય રીતે સાબુ, પાણી અને સ્વચ્છ કપડાંની વાપરો.
 • તમારા કુટુંબના લોકો વોર્મ્સ વિશે શું જાણે તે જાણવા માટે તપાસ કરો.
 • દુષ્ટ વોર્મ્સ વિશેનું એક નાટક બનાવો અને જેમાં વોર્મ્સ તેમના પરિવારના ખોરાકની ચોરી કરતાં બાળકો કેવી રીતે અટકાવે છે.
 • કાચા શાકભાજી ખાધા પહેલા, માંસને યોગ્ય રીતે રાંધવા પહેલા અને ખોરાક તૈયાર કરવા પહેલાં તેને કેવી રીતે સલામત અને સુરક્ષિત રખાવા તે બતાવવા માટે પોસ્ટરો બનાવો.
 • આપણાં કુટુંબ, વર્ગ અથવા જૂથ માટે ટીપ્ટી ટૅપ અને હાથ ધોવાનું સ્થાન કેવી રીતે બનાવવું તે જાણો.
 • વોર્મ્સને કેવી રીતે ફેલાતા અટકવા માટે એક ગીત બનાવો જેમાં આપણે હાથ ક્યારે અને કેવી રીતે ધોવાનું ભૂલીએના.
 • એક પોસ્ટર બનાવો જેમાં આપણે યાદ રહે કે શાકભાજી અને ફળોને ખાવા પહેલા અને વાપરવા પહેલા ધોવા જરૂરી છે.
 • આપણે કેવી રીતે વોર્મ્સ ફેલાવતા અટકાવી શકીએ તે વિશે નાટક અથવા કઠપૂતળીની રમતો બનાવો.
 • કૃમિ અને વોર્મ્સ વિશે તમારા જ્ઞાનને ચકાસવા માટે ખાલી શબ્દોની રમત રમો. અથવા એક પ્રશ્નોતરી રમત રમો તે જાણવા માટે કે કંઈક કરવા પહેલાં આપણાં હાથ ધોવા અને કંઈક કર્યા પછી આપણાં હાથ ધોવા. મદદ લેવા માટે નીચેના પ્રશ્નોનો ઉપયોગ કરો.
 • પૂછો કે આપણા શરીરમાં જે ખાદ્ય આપણે ખાઇએ છેએ તે કેવી રીતે ઉપયોગ થાય છે? આપણું મોટુ આંતરડુ કેટલૂ મોટુ છે? વોર્મ્સ આપણું ખોરાક કેવી રીતે લઈ લે છે? ટેપવોર્મ્સ કેટલું લાંબુ થઈ સકે છે? આપણ ને કેટલા વોર્મ્સ વીશે ખબર છે? આપણે જ્યાં રહીએ છીયે ત્યાં કયા પ્રકારનાં વોર્મ્સ સૌથી સામાન્ય છે? તમને શું સંકેતો મળે કે તમને વોર્મ્સ છે? આપણે ને ડી-વોર્મિંગની દવા ક્યાંથી મળી શકે છે અને તેને લેવાની કોને જરૂર છે? એક દિવસમાં કૃમિ કેટલા ઇંડા બનાવી શકે છે? વોર્મ્સ અન્ય પોષક તત્ત્વો જેમ કે આપણા શરીરમાંથી વિટામિન એ અને ખોરાક પણ લઈ શકે છે. શું તમે શોધી શકો છો કે આપણને વિટામિન એ માટે શું આવશ્યક છે? કૃમિના બચ્ચાને લાર્વા કહેવામાં આવે છે. કઈ કૃમિ લાર્વા આપણા શરીરમાં ચાબાડી દ્વારા આવે છે? શૌચાલય અથવા લેટરીનનો ઉપયોગ કેવી રીતે કરીને આપણે શૌચ થી વોર્મ્સ ફેલાવતા સુરક્ષિત રીતે છુટકારો મેળવવી શકીએ છીએ? શું આપણી શાળામાં ડિ-વોર્મિંગ દિવસ હોય છે? તે ક્યારે છે? દરેકને ડી-વોર્મિંગ ગોળીઓ શા માટે એકજ દિવસે આપવામાં આવે છે? દુનિયામાં કેટલા બાળકોમાં કૃમિ છે? શા માટે વોર્મ્સ ફેલાવવાનું બંધ કરવું મહત્વનું છે? આપણા પાચન તંત્ર વિશે અને તે કેવી રીતે કામ કરે છે અને કૃમિથી કેવી રીતે કામ કરવાનું બંધ કરે છે? કૃમિના ઇંડા કેટલા નાના હોય છે? તમે જાણો છો સૌથી નાની વસ્તુ શું છે? પાણી શુદ્ધ કે ગંદા છે તે આપણે કેવી રીતે કહી શકીએ? છોડવાઓ માટે શું જરૂર છે? છોડને આપવા માટે સલામત ખાતર કેવી રીતે બનાવી શકીએ?

ટીપ્ટી ટેપ, હાથ ધોવાનું સ્થળ કેવી રીતે બનાવવું તે વિશે અથવા શબ્દોની રમત રમવા માટે અથવા અન્ય કંઈપણ વીસે, કૃપા કરીને સંપર્ક કરો www.childrenforhealth.org અથવા clare@childrenforhealth.org.

ગુજરાતી Home