બાળકો માટે 100 આરોગ્ય સંદેશાઓ જાણવા અને બીજાને જાણવા માટેના આ 8-14 વર્ષની ઉંમરના બાળકોને ધ્યાનમાં રાખીને સરળ, ભરોસા લાયક આરોગ્ય શિક્ષણ સંદેશાઓ છે. તેમાં 10-14 વર્ષની ઉંમરના યુવાન કિશોરોનો સમાવેશ થાય છે. અમને લાગે છે કે તે ખાસ કરીને આ ઉપયોગી અને મહત્વનું છે તેની ખાતરી કરવા માટે 10-14 વર્ષની ઉંમરના યુવાન કિશોરોને જાણ કરવામાં આવે છે. કારણ કે આ વય જૂથ ઘણીવાર તેમના પરિવારોમાં નાના બાળકોની સંભાળ રાખે છે. આ ઉપરાંત, આ રીતે તેમના પરિવારોને મદદ કરવા માટે તેઓ જે કાર્ય કરી રહ્યા છે તેની ઓળખ અને પ્રશંસા કરવી મહત્વપૂર્ણ છે.

100 સંદેશાઓમાં દરેક 10 સંદેશો છે જે માં 10 મુખ્ય સ્વાસ્થ્ય વિષયો ના છે: મેલેરીયા, ઝાડો, પોષણ, ઉધરસ અને શરદીની બીમારી, આંતરડાના કીડા, પાણી અને સ્વચ્છતા, રોગપ્રતિરક્ષા, એચઆયવી અને એઇડ્સ, અકસ્માતો અને ઇજા અને પ્રારંભિક બાળપણ વિકાસ. આ સરળ આરોગ્ય સંદેશાઓ મા-બાપ અને આરોગ્ય શિક્ષકો માટે છે જેમ કે ઘરોમાં બાળકોને , શાળાઓમાં, ક્લબોમાં અને ક્લિનિકમાં વાપરી શકાય.

અહીં વિષય 9 પર 10 સંદેશાઓ: અકસ્માતો અને ઇજાઓ અટકાવવા માટે

 1. રસોઈ કરવાની જગ્યાઓ નાના બાળકો માટે ભય જનક છે. તેમને આગ અને તીવ્ર અથવા ભારે પદાર્થોથી દૂર રાખો.
 2. બાળકો ને અગ્નિ માં થી જે ધુમાડો થતો હોય તેનાથી દૂર રહેવું જરૂરી છે. તે બીમારી અને ઉધરસનું કારણ બને છે.
 3. કોઈપણ ઝેરી વસ્તુ બાળકોથી દૂર રાખવી જોઈએ. ખાલી હળવા પીણાંની બોટલમાં ઝેરી વસ્તુ ના મૂકશો.
 4. જો કોઈ છોકરો દાજી ગયો હોય તો તરત જ ઠંડુ પાણી નાખવું જ્યાં શુધી દુખાવો ઓછો ના થાય ત્યાં શુધી. (10 મિનટ અથવા વધારે).
 5. વાહનો અને સાયકલ દરરોજ બાળકોને મારી નાખે છે અને ઇજા કરે છે. તમામ વાહનોથી સાવચેત રહો અને અન્ય લોકોને બતાવો કે કેવી રીતે સુરક્ષિત રહેવું.
 6. છરીઓ, કાચ, ઇલેક્ટ્રિક પ્લગ, વાયર, ખીલ્લી, પિન વગેરે જેવી વસ્તુ ઓ બાળકો માટે જોખમી છે નાના બાળકો ને તેના થી દૂર રાખો.
 7. નાના બાળકોને ગંદુ ખાવાથી અથવા તેમના મુખ નજીક લઇ જવા અટકાવો(દા.ત. સિક્કાઓ, બટન્સ) કારણ કે નાની વસ્તુઓ શ્વાસને અવરોધી બની છે.
 8. નાના બાળકોને પાણીના નજીક રમવાનું બંધ કરાવો કે જ્યાં તેઓ (નદીઓ, સરોવરો, તળાવો, કૂવા) માં પડી શકે.
 9. ઘર અથવા શાળા માટે પ્રથમ એઇડ કીટ બનાવો (સાબુ, કાતર, જંતુનાશક અને એન્ટિસેપ્ટિક ક્રીમ, સૂતરવ રૂ, થર્મોમીટર, પાટો/લેપ અને ORS).
 10. જ્યારે તમે નાના બાળક સાથે ક્યાંક નવી જગ્યાએ જાવો તો સાવચેત રહો. નાના બાળકો માટે જોખમો વિશે જોવો અને પૂછો.

આ નિષ્ણાત આરોગ્ય શિક્ષકો અને તબીબી નિષ્ણાતો દ્વારા આરોગ્ય સંદેશાઓની સમીક્ષા કરવામાં આવી છે, અને તે ORB સ્વાસ્થ્ય વેબસાઇટ પર ઉપલબ્ધ છે. http://www.health-orb.org

અહીં પ્રવૃત્તિઓ માટેના કેટલાક વિચારો છે જે બાળકો આ વિષય વિશે વધુ સમજવા અને અન્ય લોકો સાથે સંદેશા બીજાને કહેવા માટે કરી શકે છે.

અકસ્માતો અને ઇજાઓ અટકાવવા માટે: બાળકો શું કરી શકે છે?

 • આપણા પોતાના શબ્દોમાં અને આપણી પોતાની ભાષામાં અકસ્માતો અને ઇજાઓ અટકાવવા માટે પર આપણાં સંદેશાઓ બનાવો.
 • સંદેશાઓને યાદ કરો જેથી કરીને ક્યારેય ભૂલી ન શકીય.
 • અન્ય બાળકો અને આપણાં પરિવારો સાથે સંદેશાઓ ફેલાવો.
 • ઝેર વસ્તુ ને સુરક્ષિત રાખવા વિશે પોસ્ટરો બનાવો: તેમને કેવી રીતે સંગ્રહિત કરવું, તેમને લેબલ કરો અને બાળકોથી દૂર રાખો.
 • તત્કાળ ઉપયોગ કરી શકીએ તેવી પ્રથમ એઇડ કિટ બનાવો.
 • રમકડાં એવા બનાવો જે બાળકોને રમવા માટે સલામત છે.
 • કટોકટીમાં નદી અથવા તળાવ ઉપયોગમાં લઇ શકાય તેવું દોરડું અને તરી શકે તેવી વસ્તુ બનાવો.
 • આપણી શાળા માટે પ્રથમ સહાય સ્થળ બનાવો.
 • બાળકોની સલામતી માટે જાગૃતિ વધારવા માટે સલામતી અભિયાન ચાલુ કરો.
 • સર્વેક્ષણ બનાવો જેમાં કે જ્યાં આપણા નજીક ના સ્થળ માં પાણી હોય છે જે બાળકોને ડૂબવાના જોખમમાં મૂકે છે અને બાળકોની સલામતિ રાખવા માટે શું કરી શકાય છે.
 • રમો પણ શું? રમત, અકસ્માત વીસે ઘરે.
 • બાળકોને આપણાં ઘરમાં સુરક્ષિત રાખવા માટે પોસ્ટેરો, ગીતો અને રમતો બનાવો અને બીજાને કહો.
 • સ્વાસ્થ્ય કાર્યકર પાસે થી જાણો, પ્રાથમિક સુરક્ષા કીટ માં શું જરૂરી છે. આપણાં ઘર અને શાળા માટે.
 • પોસ્ટર અથવા રેખાચિત્ર બનાવો અને રમો, જેમાં જોખમ દરસાવવુ તું હોય અને જુઓ કે આપણે અકસ્માતોનાં તમામ જોખમો શોધી શકીએ છીએ.
 • રસ્તા પર બાળકોની સલામતી વિશે અને જાગૃતિ લાવવા માટે એક અભિયાન શરૂ કરો.
 • ભૂમિકા ભજવો જ્યારે આપણે બાળકની સંભાળ રાખતા હો ત્યારે સલામતીનું ધ્યાન રાખો.
 • મૂળભૂત પ્રાથમિક સહાયતા જાણો જેથી આપણે પ્રથમ સહાય ની ભૂમિકા ભજવી શકીએ. કુશળતાથી આપણી પ્રથમ સહાય વિકસાવો અને અભ્યાસ કરો અને આપણાં પરિવાર અને મિત્રો ને કહો.
 • આપણાં ઘરમાં બાળકો વીસે જોખમી વસ્તુઓ શોધો.
 • પુખ્ત વયના લોકો સાથે નાના બાળકોને શું ઈજા અથવા જોખમ થઈ શકે છે તે વિશે આપણે શું જાણીએ છીએ એ ફેલાવો.
 • બાળક જ્યારે ગૂંગળાવવું તું હોય ત્યારે શું કરવાનું એના વિષે તમારા માતાપિતા, દાદા દાદી અને ભાઈ બહેનને બતાવો.
 • સામાન્ય જોખમોને સોધોતા શીખો જેમ કે બળવું, નીચે પડવું, ડૂબવું અથવા વ્યસ્ત માર્ગો માં.
 • પૂછો કે ઘરમાં બળવાના કયા જોખમો છે? આપણે શું કરવું જોઈએ જ્યારે કોઈ બળે? રસોઈઘરમાં નાના બાળકો ને ગરમ વસ્તુ અને ગરમ પ્રવાહી થી કેવી રીતે દૂર રાખવું જોઈએ? શું લોકો સમાજ માં તેમના નાના બાળકો અને પુક્ત બાળકોને જોખમોથી દૂર રાખે છે? અને કેવી રીતે? કેમ શીશુઓ અને બાળકોમાં ગૂંગળાવવાનું જોખમ વધારે હોય છે મોટા વય ના બાળકો કરતાં? આપણે પોતાની જાતને જોખમાં રાખ્યા વગર પાણીમાં કોઈ વ્યક્તિને તકલીફ હોય તો આપણે તેને કેવી રીતે મદદ કરવી?

ટીપ્ટી ટૅપ કેવી રીતે બનાવવી અને પ્રથમ એઇડ કીટમાં શું શામેલ કરવું અને ઉદારણ તરીકે જોખમ ને કેવી રીતે પારખવાનું પોસ્ટરનું કેવી રીતે બનાવવું તે વિશે વધુ ચોક્કસ માહિતી માટે, સંપર્ક કરો www.childrenforhealth.org અથવા clare@childrenforhealth.org.

ગુજરાતી Home